Sat,16 November 2024,4:28 pm
Print
header

લગ્નમાં ભીડ એકઠી કરીને DJ પાર્ટીમાં લોકોએ લગાવ્યાં ઠુમકા, કોરોના ગાઈડલાઈનના ધજાગરા - Gujarat post

કોરોનાવાયરસને ખુલ્લુ આમંત્રણ

ડોલવણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

તાપીઃ રાજ્યમાં એક તરફ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધુ રહ્યું છે ત્યારે ઘણા લોકો મોટા મેળાવડા કરીને કોરોનાને (Coronavirus) ખુલ્લુ આમંત્રણ આપતા જોવા મળે છે. રાજ્યમાં 150થી વધુ લોકોને લગ્ન પ્રસંગમાં એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતા તાપી (Tapi)જિલ્લાના ડોલવણ (Dolwan) ખાતે યોજાયેલા લગ્નપ્રસંગમાં (Wedding) મોટી સંખ્યામાં લોકો ડીજે પાર્ટીમાં જોડાયા હતા. ઘટનાની જાણ થતાં ડોલવણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ડોલવણ ખાતે લગ્ન પ્રસંગનુ આયોજન કરનાર કનુ રંગજીભાઈ ગામીત, જીતુ કનુભાઇ ગામીત, નિલેશ કનુભાઇ ગામીતે તાપી જિલ્લામાં મંજુરી વગર લગ્ન પ્રસંગનુ આયોજન કર્યું હતું. ડીજે બોલાવી લગ્ન પ્રસંગનું આયોજન કરી મોટી સંખ્યામાં લોકો ભેગા કરીને કોરોનાની વૈશ્વિક માહામારી અનુસંધાને સરકારની એસઓપી તથા જાહેરનામાનું પાલન કર્યું ન હતું. આ સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી તથા માસ્કનો ઉપયોગ નહીં કરી સરકાર તથા કલેક્ટર દ્રારા બહાર પાડેલા જાહેર નામાનો ભંગ કર્યો છે.જેથી તેમની સામે ગુનો દાખલ કરાયો છે.

જિલ્લાઓમાં પણ રોજના કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.લોકો માસ્ક વગર ફરતા દેખાઈ રહ્યાં છે, બજારોમાં અને સામાજિક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતાં નથી પરિણામે હવે સ્થિતિ વધુ ગંભીર થઇ રહી છે.અંતરિયાળ ગામડાઓમાં પણ આ પ્રકારે મોટી સંખ્યામાં ધાર્મિક અને સામાજિક કાર્યોમાં લોકો એકત્ર થતાં હોવાને કારણે કોરોના સંક્રમણ સતત માથું ઉંચકી રહ્યું છે, તેને કારણે વહીવટી તંત્ર માટે પણ ધીરે ધીરે પડકાર ઊભો થઈ રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch