Thu,31 October 2024,4:53 pm
Print
header

વાઇબ્રન્ટ સમિટઃ મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું આગમન, પીએમ મોદીએ શરૂ કરી મહેમાનો સાથે મુલાકાત- Gujarat Post

મહાત્મા મંદિરમાં પીએમઓ જેવું કાર્યાલય ઉભું કરાયું

અમદાવાદ એરપોર્ટ પર 4 દિવસ રહેશે ભારે ટ્રાફિક

અમદાવાદઃ પાટનગર ગાંધીનગરમાં આજથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે. પીએમ મોદી ગઈકાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યાં હતા. આ બધાની વચ્ચે એક ખાસ વાત સામે આવી છે, જે મુજબ, પીએમઓ જેવું ખાસ કાર્યાલય મહાત્મા મંદિરમાં ઉભુ કરાયુ છે, જ્યાંથી પીએમ મોટી મહત્વની બેઠકો કરીને સૂચનો આપશે. અહીં પીએમ મોદી સીઈઓ અને વિવિધ મહાનુભાવો સાથે બેઠક કરશે.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં ભૂપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું. તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા સાથે ઉત્તમ મુલાકાત થઈ. અમારી બેઠક ગાંધીનગરના મહાત્મા મંદિરમાં થઈ રહી છે તે હકીકત એ છે કે પ્રમુખ હોર્ટાના જીવન અને કાર્ય પર ગાંધીજીના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ બેઠકને વધુ વિશેષ બનાવે છે. અમે ચર્ચા કરી. દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવાના માર્ગે આગળ વધી રહ્યા છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પર, ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર ફિલિપ ગ્રીને કહ્યું, "અમે વાઇબ્રન્ટ ગુજરાત વિશે ખરેખર ઉત્સાહિત છીએ. હું ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીશ. અમારી પાસે ડઝનબંધ ઓસ્ટ્રેલિયન પ્રદર્શકો છે. ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી ભારતમાં તેનું વિદેશી શાખા કેમ્પસ ખોલશે, તે આ વર્ષના મધ્યમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે. અમે શિક્ષણ, કૃષિ-ટેક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકમાં રોકાણ કરવા માંગીએ છીએ.

વાયબ્રન્ટ ગુજરાત સમિટના કારણે અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ ફૂલ થઇ ગયું છે. ફ્લાઈટ અને ચાર્ટર વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પાર્ક કરાશે. 4 દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર અંદાજિત 1 લાખ લોકોનું આવાગમન રહેશે. 400 જેટલી ફ્લાઇટ અને ચાર્ટરનો 4 દિવસ દરમિયાન ટ્રાફિક રહેશે.ચેક રિપબ્લિકના વડાપ્રધાન 33 લોકોના ડેલીગેશન સાથે તેમના એરફોર્સના વિમાનમાં આજે 4:00 કલાકે આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch