Thu,21 November 2024,12:38 pm
Print
header

Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર

Gujaratpost Fact check News: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે રામગીરી મહારાજની ટીકા કરતો જોવા મળે છે જેમણે પયગંબર મોહમ્મદ સાહેબ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

ગજરાત પોસ્ટની તપાસમાં જાણવા મળ્યું કે આ વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ રામગીરી મહારાજને લઈને કે મુસ્લિમોને લઇને કોઇ નિવેદન આપ્યું નથી. વાયરલ વીડિયોમાં વિરાટ કોહલીને એમ કહેતા સાંભળી શકાય છે,

જો કોઈ મુસ્લિમ ભાઈએ આપણા રામજી કે આપણા ભગવાનને અપશબ્દો બોલ્યા હોય કે કોઇની વિરુદ્ધ કંઈ કહ્યું હોત તો અત્યાર સુધીમાં દેશમાં હોબાળો મચી ગયો હોત. આ રામગીરી મહારાજે મુસ્લિમોના પ્રિય પયગંબર વિશે સીધી વાત કરી હતી, પરંતુ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી.

વીડિયોમાં આગળ સાંભળી શકાય છે કે, ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ, જો કોઈ કોઈ પણ ધર્મ વિશે ખોટું બોલે તો તેને સખતમાં સખત સજા મળવી જોઈએ. એક યુઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના પર લખાણ લખવામાં આવ્યું છે કે, વીડિયો શેર કરો અને દરેકે તેને ફોલો પણ કરવો જોઈએ. Virat kohli support of muslim. Ye hai king of kohli. આ વીડિયોમાં રામગીરી મહારાજન તસવીર પણ સામેલ છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પણ વાયરલ થયો

અમારી તપાસ: વિરાટ કોહલીનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે જ્યારે Gujaratpost એ વાયરલ દાવાની ચકાસણી કરવા માટે વીડિયોના ટિપ્પણી વિભાગને તપાસ્યો, ત્યારે અમને ઘણા જવાબો મળ્યાં જેમાં જણાવ્યું હતું કે તે વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો.

અસલ વિડિયો શોધવા માટે અમે વાયરલ વીડિયોના વિવિધ કીફ્રેમ પર ગુગલ રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. અમને IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની અધિકૃત YouTube ચેનલ પર તારીખ 26 ફેબ્રુઆરી 2022 ના રોજ વિરાટ કોહલીનો પોડકાસ્ટ ઇન્ટરવ્યું મળ્યો. આ પોડકાસ્ટ ઈન્ટરવ્યુંની ક્લિપ ક્રોપ કરીને વાયરલ વીડિયોમાં શેર કરવામાં આવી રહી છે.

રામગીરી મહારાજે વાંધાજનક નિવેદન આપ્યું હતું

14 ઓગસ્ટ 2024ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન રામગીરી મહારાજે પયગંબર મોહમ્મદ અને ઈસ્લામ વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. બાદમાં સમગ્ર દેશમાં મુસ્લિમ સમૂદાયના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. રામગીરી મહારાજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નરમાં સ્થિત સરલા દ્વીપ સિંહાસનના મઠાધિપતિ છે. 2009 માં નારાયણગિરી મહારાજના મૃત્યું પછી તેઓ સરલા દ્વીપ સિંહાસનના વારસદાર બન્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch