Mon,18 November 2024,2:16 am
Print
header

વિશાખાપટ્ટનમમાં 1 વર્ષની કોવિડ પોઝિટિવ બાળકીને બેડ ન મળતાં માતા-પિતાની સામે તોડયો દમ

વિશાખાપટ્ટનમઃ કોરોનાની બીજી લહેરે દેશની આરોગ્ય સિસ્ટમ સામે સવાલ ઉભા કરી દીધા છે.વિશાખાપટ્ટનમમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે.જે કદાચ કોરોનાકાળનો સૌથી દર્દનાક કેસ છે. એક માતા તેની એક વર્ષની કોવિડ પોઝિટિવ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવા સંચાલકોને વિનંતી કરી રહી હતી પરંતુ બેડની અછતનેકારણે તેને દાખલ ન કરતાં માતાની સામે જ આખરે માસૂમ બાળકીએ દમ તોડી દીધો હતો.

વિશાખાપટ્ટનમની કિંગ જોર્જ હોસ્પિટલમાં એક પરિવાર તેમની કોવિડ પોઝિટિવ દીકરીને લઈને પહોંચ્યો હતો. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવા માટે માતા પિતા વિનંતી કરતા રહ્યાં પણ બેડ ન હોવાથી હોસ્પિટલે દાખલ કરવાની ના પાડી દીધી હતી. સારવાર ન મળતા બાળકીએ એમ્બ્યુલન્સમાં જ માતાની સામે તડપી તડપીને જીવ ગુમાવ્યો હતો. પોતાની લાડકી દીકરીના નજર સામે નિધનથી જ માતા-પિતા ભાંગી પડ્યા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું. ત્યારે આ દ્રશ્યો જોનારા લોકો પણ કંપી ઉઠ્યાં હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch