મોસ્કોઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સૈન્યમાં બધું બરાબર નથી. વેગનર ગ્રૂપ અને રશિયન સેના વચ્ચે અનેક વખત મતભેદ હોવાના અહેવાલો આવ્યાં છે, હવે સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે. વેગનર ગ્રુપે રશિયન આર્મીના એક ટોપ કમાન્ડરને બંધક બનાવી લીધો છે. આટલું જ નહીં વેગનર ગ્રુપે રશિયન આર્મીના કમાન્ડરનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. જેથી રશિયન આર્મી અને વેગનર ગ્રૂપ વચ્ચે ઘર્ષણ વધી શકે છે.
વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયન સેનાની 72મી બ્રિગેડના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ રોમન વેનેવિટિનને વેગનર ગ્રૂપે બંધક બનાવી લીધા છે. નશામાં ધૂત વેનેવિટિને કહ્યું કે તેણે 'તેના સૈનિકોને વેગનરના કાફલા પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો'. વેનેવિટિને એમ પણ કહ્યું કે 'તેને વેગનર ગ્રૂપ પસંદ નથી' અને બાદમાં માફી માંગી.
યેવજેની પ્રિગોઝિનની આગેવાની હેઠળની રશિયન સૈન્ય અને વેગનર જૂથ છેલ્લા કેટલાક સમયથી સામ સામે છે.ગયા અઠવાડિયે જ પ્રિગોઝિને કેટલાક વીડિયો બહાર પાડ્યા હતા અને સેના પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. પ્રિગોઝિને કહ્યું કે બખ્મુતમાં તેના સૈનિકોને શસ્ત્રોનો પૂરતો પુરવઠો મળી રહ્યો નથી. પ્રિગોઝિને તાજેતરમાં દાવો કર્યો હતો કે તેના સૈનિકોએ વિસ્ફોટકો મેળવ્યાં છે, જે રશિયન સંરક્ષણ મંત્રાલયના લોકો દ્વારા મૂકવામાં આવ્યાં હતા. જો કે હજુ સુધી આ અંગે રશિયન સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
બખ્મુતમાં રશિયાની જીતમાં વેગનર ગ્રૂપે મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે વેગનર ગ્રૂપના લડવૈયાઓએ બખ્મુતમાંથી મોરચો છોડી દીધો છે. પ્રિગોઝિને દાવો કર્યો હતો કે રશિયન સંરક્ષણ મંત્રાલયની નીતિઓને કારણે તેના લડવૈયાઓને બખ્મુતમાં ભારે નુકસાન થયું છે. રશિયન સેનાના કમાન્ડરને બાનમાં લેવાથી સ્પષ્ટ છે કે રશિયામાં પ્રિગોઝિનનો પ્રભાવ ઘણો વધી ગયો છે અને જે રીતે તે રશિયન સેનાને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યો છે, તેનાથી પુતિનની મુશ્કેલીઓ વધવી સ્વાભાવિક છે.
(વેગનર ગ્રુપના ચીફની ફાઇલ તસવીર)
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37