Thu,14 November 2024,11:06 pm
Print
header

બળવા સામે ઝૂક્યા પુતિન ? વેગનર ચીફે કરી હતી આ માંગ- Gujarat Post

(photo: AFP)

મોસ્કોઃ પુતિન વિરુદ્ધ વેગનર આર્મીના વિદ્રોહના સમાચાર આખી દુનિયામાં ચર્ચામાં છે. કેટલાક કલાકો સુધી, યેવજેની પ્રિગોગિનના હજારો સૈનિકો રશિયાની રાજધાની મોસ્કો તરફ કૂચ કરતા રહ્યાં, પછી એવું માનવામાં આવતું હતું કે રશિયામાં બળવો થશે. જો કે, મોડી રાત્રે સમાચાર આવ્યાં કે વેગનરની સેનાએ હવે તેની કૂચ અટકાવી દીધી છે. રશિયા 24 ન્યૂઝ ચેનલ અનુસાર, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ વેગનર આર્મીના ચીફ સાથે વાત કરી હતી. પાછળથી, વેગનર આર્મીના વડાએ તેના સૈનિકોને યુક્રેનમાં ફિલ્ડ કેમ્પમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. એપીએન ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે વેગનર આર્મીના વડા યેવજેની પ્રિગોગીને એક નિવેદનમાં આની પુષ્ટિ કરી છે, તેમણે કહ્યું કે બેલારુસના રાષ્ટ્રપતિ સાથે વાત કર્યાં પછી, અમે અમારા લડવૈયાઓને પાછા બોલાવવાનું નક્કી કર્યું છે.

યુએસ ઇન્ટેલિજન્સ અનુસાર, વેગનર ગ્રુપના પ્રિગોઝિન શસ્ત્રો અને દારૂગોળો સાથે રશિયાના નેતૃત્વને પડકારવાની યોજના બનાવી રહ્યાં હતા. અમેરિકાનું માનવું છે કે રશિયા અને વેગનર ગ્રૂપ વચ્ચે સમજૂતી થઈ છે, જેમાં સંરક્ષણ પ્રધાન શોઇગુને મળતી છૂટછાટોનો સમાવેશ થાય છે.  

રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, પ્રિગોઝિન રોસ્ટોવમાં એક કારમાં બેસીને એરપોર્ટ તરફ જતા જોવા મળ્યાં હતા. એવું માનવામાં આવે છે કે તે બેલારુસમાં તેના દેશનિકાલની તૈયારી કરી રહ્યાં છે. રશિયન સુરક્ષા દળોએ આજે સેન્ટ પીટર્સબર્ગમાં વેગનર ગ્રૂપના હેડક્વાર્ટરમાંથી US$48 મિલિયન જપ્ત કર્યાં છે. યુક્રેનિયન મીડિયા અનુસાર, પ્રિગોઝિન અને મોસ્કો વચ્ચે હમણાં જ એક સોદો થયો છે, જેના હેઠળ મોસ્કો પ્રિગોઝિન સામેના તમામ આરોપો પાછા ખેંચી લેશે અને બદલામાં પ્રિગોઝિન બળવાના પ્રયાસને અટકાવશે અને બેલારુસ જશે. બીજી તરફ જો આ સમાધન થયું હોય તો રાષ્ટ્રપતિ પુતિનને પણ મોટી રાહત મળી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch