Tue,17 September 2024,1:44 am
Print
header

વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 146 લોકોનાં મોત, સેનાએ અનેક લોકોને બહાર કાઢ્યાં

તિરુવનંતપુરમઃ કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને થયું છે. જેમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ અકસ્માત બાદ કેરળ સરકારે 2 દિવસનો શોક જાહેર કર્યો છે. બીજી તરફ ભારતીય સેના, NDRF સહિત વિવિધ વિભાગોએ વાયનાડમાં મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું છે. સેનાએ લગભગ 1000 લોકોના જીવ બચાવ્યાં છે.

સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યાં

સેનાએ વાયનાડ જિલ્લામાં બચાવ અભિયાન દરમિયાન અસ્થાયી પુલની મદદથી લગભગ 1000 લોકોને બચાવવામાં સફળતા મેળવી છે. આ વિસ્તારમાં કાયમી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોવાઈ ગયા બાદ સેના દ્વારા એક પુલ બનાવવામાં આવ્યો હતો. રાજ્યની ટીમો પણ બચાવ કાર્યમાં સક્રિયપણે સામેલ છે અને નૌકાદળ અને વાયુસેના પણ સમાન રીતે યોગદાન આપી રહી છે.

146 લોકોના મોત થયા છે

ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં કુલ 146 લોકોનાં મોત થયા છે. તેમાંથી 143 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. સત્તાવાર રીતે 98 લોકો ગુમ છે પરંતુ આ સંખ્યા વધુ હોઈ શકે છે.

કેટલાક સ્નિફર ડોગ નવી દિલ્હીથી આવશે

માહિતી આપતાં સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અંધકારને કારણે બચાવ કાર્ય રોકવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાંથી 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. કેટલાક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યાં છે. હજુ પણ આ વિસ્તારમાં 18 થી 25 લોકો ફસાયેલા છે. બચાવ કામગીરી માટે નવી દિલ્હીથી કેટલાક સ્નિફર ડોગ્સ પણ લાવવામાં આવી રહ્યા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch