Fri,15 November 2024,3:29 pm
Print
header

હવે મોદી પર ભરોસો, રશિયા-યુક્રેન મામલે અમેરિકાએ કહ્યું અમે માનીશું મોદીની વાત- Gujarat Post

વોશિંગ્ટનઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલતાં યુદ્ધને 10 મહિના જેટલો સમય થઈ ગયો છે. યુનાઈટેડ સ્ટેસ્ટ ઑફ અમેરિકા દ્વારા ફરી વાર યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ મામલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટેન્ડનું સ્વાગત કર્યું છે.અમેરિકાના વિદેશ વિભાગના વેદાંત પટેલે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે અમે પીએમ મોદીની વાતો માનીએ છીએ. તેમણે જે કહ્યું છે તે થશે ત્યારે અમે તેનું સ્વાગત કરીશું. રશિયા સાથેના સંબંધોને લઈને અન્ય દેશો પોતાની રીતે નિર્ણય લે. અમે યુદ્ધના પ્રભાવને ઓછો કરવા માટે અમારા સહયોગીઓ સાથે વાત કરવાનું ચાલુ જ રાખીશું. નોંધનિય છે કે રશિયા અને યુક્રેન સંઘર્ષ મામલે ભારતની સ્થિતિ અને યુદ્ધ સમાપ્ત કરવા માટે મોદીએ કરેલા આહવાન પછી વેદાંત પટેલે આ નિવેદન આપ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં sco સંમેલનમાં મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જાહેરમાં જ કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી.આ સિવાય તેમણે ખાદ્ય અને ઈંધણની સુરક્ષાને લઈને ધ્યાન આપવા મામલે બળ આપ્યું હતું. અમેરિકા દ્વારા આ નિવેદન એ સમયે આપવામાં આવી રહ્યું છે જ્યારે થોડા કલાકો પહેલા જ મોદીને રશિયાના રાષ્ટ્રપતિએ ફોન કર્યો હતો અને બંને વચ્ચે ચર્ચા થઇ હતી.

(વેદાંત પટેલની ફાઇલ તસવીર)

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch