Latest Gujarati News: હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે અને ચોમાસાની વિદાય જેવું દેખાઇ રહ્યું છે, વરસાદના વિરામ વચ્ચે તાપમાન વધતાં લોકો ઉકળાટનો સામનો કરી રહ્યાં છે. જોકે, આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેને લઈ ગરબે ઘૂમવા માંગતા ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. મોટાભાગના વિસ્તારમાં અડધાથી 4 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે તો અરબી સમુદ્રમાં નવરાત્રી દરમિયાન હવાનું હળવું દબાણ બની શકે છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થશે. આ સાથે વડોદરા, પંચમહાલ, અરવલ્લીમાં વરસાદની આગાહી તો સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસના હવામાન અંગે જણાવતાં કહ્યું કે, ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જો કે, કચ્છમાં આગામી 7 દિવસ દરમિયાન હવામાન સૂકું રહેશે. અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે બનેલું છે. આ બંન્ને સાયક્લોનિક સર્ક્યુલેશના કારણે 23મી તારીખે એક લો પ્રેશર એરિયા બનશે. તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
PM Modi US Visit: PM મોદી આજે અમેરિકામાં મેગા ઈવેન્ટ, લોંગ આઈલેન્ડમાં ભારતીયોને સંબોધિત કરશે | 2024-09-22 10:28:04
PM મોદીએ હાવભાવ દ્વારા ચીનને પાઠ ભણાવ્યો, QUAD નો હેતુ જણાવ્યો | 2024-09-22 09:58:06
Rajkot News: રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર કરાયા, મેયર સહિત અન્ય મહિલાઓ પણ હતા ગ્રુપમાં- Gujarat Post | 2024-09-21 17:15:21
આતિશીએ દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ હાજર | 2024-09-21 17:06:50
રાજકોટનો સનસનીખેજ કિસ્સો....સોની પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2024-09-21 14:32:17
ગાંધીનગરમાં ફરજ બજાવતા IPS ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ કરી દુષ્કર્મની ફરિયાદ, અધિકારીએ કહ્યું આ પૈસા પડાવવાનું ષડયંત્ર ! | 2024-09-21 11:41:54
સુરત નજીક રેલ્વે ટ્રેક સાથે ચેડાં, સમયસર જાણ થતા ષડયંત્રનો થયો પર્દાફાશ | 2024-09-21 10:05:41
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા | 2024-09-17 14:00:33
ઉદ્ઘઘાટનના થોડા કલાક પહેલા જ ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદીએ આપી લીલીઝંડી- Gujarat Post | 2024-09-16 14:52:43