Sat,21 September 2024,5:59 am
Print
header

પશ્વિમ આફ્રિકાઃ કેપવર્ડે આઇલેન્ડ પાસે મોટી દુર્ઘટના, બોટ ડૂબી જતા 63 લોકોનાં મોત થઇ ગયા

પશ્ચિમ આફ્રિકાઃ કેપવર્ડેના દરિયાકાંઠે સેનેગલથી સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ પલટી જતાં 60થી વધુ લોકોનાં મોત થયા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને (IOM) બુધવારે આ માહિતી આપી હતી. સંસ્થાએ જણાવ્યું કે પશ્ચિમ આફ્રિકાના કેપવર્ડે ટાપુ પાસે સેનેગલની એક સ્થળાંતરિત બોટ ડૂબી જતા 60 થી વધુ લોકોનાં મોત થયા છે.

પોલીસે જણાવ્યું હતું કે 60 થી વધુ લોકોના મોતની આશંકા છે. સાથે જ 38 લોકોને બચાવી લેવાયા છે. જેમાં 12 થી 16 વર્ષની વયજૂથના ચાર બાળકોનો સમાવેશ થાય છે. 'પિરોગ' તરીકે ઓળખાતી લાકડાની માછીમારીની બોટ સોમવારે એટલાન્ટિક મહાસાગરમાં સાલના કેપવર્ડિયન ટાપુથી લગભગ 277 કિલોમીટર દૂર જોવા મળી હતી.

56 લોકો હજુ પણ ગુમ

સ્પેનિશ ફિશિંગ જહાજ જેણે આ બોટને જોઇ હતી, તેણે કેપ વર્ડિયન સત્તાવાળાઓને ચેતવણી આપી હતી. કેપવર્ડે ટાપુઓ સ્પેનિશ કેનેરી ટાપુઓના દરિયાઈ સ્થળાંતર માર્ગ પર દરિયાકાંઠેથી આશરે 600 કિમી દૂર છે, યુરોપિયન યુનિયનનો પ્રવેશદ્વાર. માસહેલીએ એએફપીને જણાવ્યું કે બચાવ કામગીરી કરતા સાત લોકોના મૃતદેહ શોધી કાઢ્યા છે, જ્યારે અન્ય 56 ગુમ બતાવવામાં આવ્યાં છે.

બોટ સેનેગલથી 110 લોકો સાથે રવાના થઈ હતી

બચી ગયેલાઓને ટાંકીને સેનેગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બોટ 10 જુલાઇના રોજ 101 લોકો સાથે સેનેગલના માછીમારી કરનારાઓના ગામ ફાસે બોયેથી નીકળી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch