કોલકત્તાઃ ચક્રવાતી તોફાન અસાની આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. અસાની વાવાઝોડું વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમી દૂરના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે. આ તોફાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં હાઈ એલર્ટ અપાયું છે.ચક્રવાતને પહોંચી વળવા માટે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈયારીઓ ચાલી રહી છે.
ચક્રવાતી વાવાઝોડાને જોતાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના જિલ્લા પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. TMCના મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું કે 'અસાની' વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામમાં સીએમ મમતા બેનર્જીના 3 દિવસના કાર્યક્રમ જે 10, 11 અને 12 મે પર રાખવામાં આવ્યો હતો તે હવે 17, 18 અને 19 મેના રોજ યોજાશે.
હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. માછીમારોને 10 મેથી આગામી સૂચના સુધી દરિયામાં ના જવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ 9 મેના રોજ ખરાબ થશે, 10 મેના રોજ વાવાઝોડાથી સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. 10 મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32