Thu,19 September 2024,10:55 am
Print
header

પીએમ મોદીએ રાજભવનમાં નેતાઓના લીધા ક્લાસ.. ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દે ટકોર કરી હોવાની ચર્ચાં

PM Modi Gujarat Visit News: પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં હતા. ગઈકાલે રાત્રે પીએમ મોદીએ રાજભવનમાં નેતાઓના ક્લાસ લીધા હોવાની ચર્ચાઓ છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનમાં રહીને કામ કરવાની તાકીદ કરી છે. છેલ્લા થોડા દિવસોથી નેતાઓ અને અધિકારીઓ વચ્ચે ટકરાવના ઘણા કિસ્સા સામે આવ્યાં છે, તે મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

રાજભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ-અલગ મંત્રણા કરી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે સરકારના વહીવટી તંત્ર અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, કેટલાક મુદ્દે નારાજગી વ્યક્ત કરી ગંભીર નોંધ લીધી હતી. જીએમડીસીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજભવનમાં મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.

ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તત્કાલ કડક પગલાં લેવા વડાપ્રધાન મોદીએ તાકીદ કરી છે. પૂર અસરગ્રસ્તોને સમયસર રાહત સહાય મળે અને સ્થિતિ ઝડપથી સુધરે તે માટે તાત્કાલિત ઝડપી પગલા લેવા જણાવ્યું હતુ. તેમણે કેબિનેટના વિસ્તરણ અને નવા ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી અંગે મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ સંગઠન મજબૂત કરવા અને પ્રજાના કામોમાં ઝડપ લાવવા માટે તેમને નેતાઓને સૂચન આપ્યું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch