Sat,23 November 2024,6:31 am
Print
header

રાજકોટ અગ્નિકાંડમાં છૂટા પડી ગયેલા 7 પગ કોના ? હજુ સુધી કોઇના DNA નથી થઈ રહ્યાં મેચ- Gujarat Post

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડમાં (Rajkot fire) અત્યાર સુધીમાં 28 લોકોના ડીએનએ (DNA) તેમના સ્વજનો સાથે મેચ થયા છે, જેમાં ગેમ ઝોનના સૌથી મોટા રોકાણકાર અને માલિક પ્રકાશ જૈન (Prakash Jain) પણ સામેલ છે. તેમનું પણ ગેમઝોનમાં મોત થઇ ગયું છે. અગ્નિકાંડમાં ફાયર બ્રિગેડ અને પોલીસને શરીરથી છૂટા પડી ગયેલા 7 પગ મળ્યાં છે. આ પગ કોના છે એ મુદ્દે પોલીસ મૂંઝવણમાં છે કેમ કે ડીએનએ ટેસ્ટમાં આ પગના ડીએનએ પોતાનાં સ્વજનો ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવનારાં લોકોમાંથી કોઈની સાથે મેચ થતા નથી. આ પગ ગેમ ઝોનમાં કામ કરતા બીજાં રાજ્યોના છોકરાઓના હોવાની શક્યતા છે. એકલા જ રહેતા આ છોકરાઓના પરિવારજનો હાજર નથી તેથી તેમની ઓળખ થવામાં મુશ્કેલી પડી રહી છે. અને આ વાત સાબિત થાય તો મોતનો આંકડો ચોક્કસથી વધશે.

આગની દુર્ઘટનાનો ભોગ બનેલાં લોકોનું માંસ આગમાં ભૂંજાઈને કાળું પડી ગયું હતું. ટાયરો પર માંસના લોચેલોચા ચોંટેલા મળ્યાં હતા. આ માંસના લોચા એક જ વ્યક્તિના નથી પણ અલગ અલગ વ્યક્તિઓના છે. કાળાં કલરના ટાયર પર ભૂંજાઈને કાળાં થયેલા માંસના લોચામાંથી ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવાનું કામ બહુ કપરું છે એવું ડીએનએ વિભાગનાં સૂત્રોનું કહેવું છે.

બીજી તરફ હજુ પણ સ્વજનો પોતાના પરિવારજનોને શોધી રહ્યાં છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યાં છે, તો આજે કેટલાક અધિકારીઓની સીટ દ્વારા પૂછપરછ પણ થઇ રહી છે, જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch