Sat,16 November 2024,10:35 am
Print
header

સુરતના કાપોદ્રામાં મહિલાના ઘરમાં ઘૂસીને ગળું કાપીને હત્યા કરી નાખી- Gujarat post

સુરતઃ કાપોદ્રામાં ઘરમાં ઘૂસીને  એક મહિલાની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અજાણ્યો શખ્સ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.  સજ્જનસિંહ પરમાર (ડીસીપી ઝોન-1)એ જણાવ્યું કે ગૌતમ પાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામના મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ પટેલના પત્ની હતા. સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યાં હતા અને રોજ બપોરે બંને વીડિયોથી વાત કરતા હોય છે. આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યાં હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની તેમને જાણ થઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર સ્નેહલતાબેનને એક વર્ષનો પુત્ર છે જેનો 19 માર્ચે જન્મદિવસ આવી રહ્યો હતો. જેને લઈ ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ કરી રહ્યાં હતા. શેરીમાં બધાને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્નેહલતાબેને પ્રકાશભાઈનો ફોન ન ઉપાડતા પ્રકાશભાઈએ ભાડુઆતને ઘરે મોકલ્યા હતા.

પ્રકાશભાઈને પહેલી પત્ની અને તેની 14 વર્ષની દીકરી હતી. દીકરીનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું.પહેલી પત્ની આશા ડીંડોલીમાં રહે છે. પત્ની સાથેના વિવાદમાં છૂટાછેડા લઈ પ્રકાશભાઇએ મરાઠી સ્નેહલતા સાથે પ્રેમ લગ્ન કરી બે વર્ષથી જ પ્રગતિ નગરમાં રહેવા આવ્યાં હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch