Sun,17 November 2024,5:48 pm
Print
header

જામનગર:મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર PSI વતી લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો

જામનગરઃ મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ છટકું ગોઠવીને મહિલા પીએસઆઇના ડ્રાઈવરને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો છે. જ્યારે મહિલા પીએસઆઇ ભાગી છૂટયા છે જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા છે. જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના વર્ગ-3ના મહિલા PSI યુ.આર.ભટ્ટે એક વ્યક્તિ પાસે લાંચ માંગી હતી, ફરિયાદીની સાળીને કોઈ વ્યક્તિ ભગાડી ગયો હતો. જેની તપાસ દરમિયાન ખર્ચ માટે 5000 રૂપિયાની માંગણી કરી હતી

જે અંગે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસીબીના પીએસઆઇ એ.ડી.પરમારે સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. છટકામાં મહિલા PSI યુ.આર.ભટ્ટ વતી મહિલા પોલીસ સ્ટેશનના લોકરક્ષક દળના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલાને લાંચની રકમ પાંચ હજાર રૂપિયા સ્વીકારતા જ ઝડપી પાડવામાં આવ્યો છે. લાંચ પેટે સ્વીકારેલ પાંચ હજાર રૂપિયાની રિકવરી પણ કરી છે. એસીબી દ્વારા હાલમાં ફરાર મહિલાકર્મીની શોધખોળ થઇ રહી છે અને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch