Fri,20 September 2024,11:06 pm
Print
header

ભારતે વર્લ્ડકપમાં 7મી વખત 250થી વધુનો ટાર્ગેટ કર્યો હાંસલ, અફઘાનિસ્તાનને 8 વિકેટથી આપી હાર- Gujarat Post

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં ભારતનું વિજય અભિયાન ચાલુ છે. વર્લ્ડકપ બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યાં હતા. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 80 રનની ઇનિંગ રમી હતી અને અઝમતુલ્લા ઓમરઝાઇએ 62 રનની ઇનિંગ રમી હતી.

જવાબમાં ભારતે 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ 84 બોલમાં 16 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 131 રનની ઇનિંગ રમી હતી.રોહિતને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે વિરાટ કોહલી 56 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 35મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ભારતની આગામી મેચ હવે 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch