Sat,16 November 2024,8:23 pm
Print
header

ગુજરાતના આ શહેરોના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર, જાણો 10 દિવસમાં કેટલા વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત- Gujarat Post

(file photo)

અમદાવાદઃ ગુજરાતમાં બાળકોને સ્કૂલે મોકલતાં વાલીઓ માટે ચિંતાજનક સમાચાર છે. ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં 18 બાળકો કોવિડ-19 સંક્રમિત થયા છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે.નિરમા વિદ્યા વિહાર અને ઉદગમ સ્કૂલમાં કોરોનાનો પગ પેસારો થયો છે.નિરમા વિદ્યા વિહારમાં ૩ વિદ્યાર્થી અને ઉદગમમાં 1  વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. નિરમા વિદ્યા વિહારમા પ્રાઈમરી અને બે માધ્યમિકના વિદ્યાર્થી પોઝિટિવ આવ્યાં છે. શહેરી જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી પછી નિરમા વિદ્યા વિહારને એક સપ્તાહ માટે બંધ કરાઇ છે.બંને શાળાઓમાં અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાશે. સુરતમાં ડુમ્મસ સ્થિત DPS સ્કૂલના બે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના બંને બાળકો પોઝિટિવ આવ્યાં છે. સાત દિવસ માટે DPS સ્કૂલનો વર્ગ બંધ કરી દેવાયા છે.

વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ નોંધાયા છે. 

ગુજરાતમાં ગત 24 કલાકમાં નવા 60 કોરોનાના કેસ રાજ્યમાં નોંધાયા છે. 58 દર્દીઓ સાજા થયા છે. હજુ પણ રાજ્યમાં 581 એકટિવ કેસ છે અને જેમાં પાંચ દર્દી વેન્ટિલેટર પર છે.રસિકરણ અભિયાન અંતર્ગત ગત 24 કલાકમાં વધુ 2,41 લાખ લોકોને રાજ્યમાં કોરોનાની રસી આપવામા આવી હતી. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 8.67 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચુક્યા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch