Fri,15 November 2024,6:22 pm
Print
header

ચીનઃ શી જિનપિંગનો ત્રીજો કાર્યકાળ, તાજપોશી પહેલા વિરોધીઓને હોલમાંથી કઢાયા બહાર- Gujarat Post

(file photo)

બેઇજિંગઃ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની શનિવારની બેઠકમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને ત્રીજો કાર્યકાળ આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને રવિવારે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું, પ્રસ્તાવ પર મ્હોર લાગતાં જ શી જિનપિંગનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. શનિવારે કોંગ્રેસે પ્રમુખને વધુ સત્તા આપવા બંધારણમાં સુધારા સહિતના અનેક ઠરાવો પસાર કર્યાં હતા, બાદમાં બેઠક થઇ હતી.   

ચીનના ગ્રેટ હોલમાં પાર્ટી કોંગ્રેસના સમાપન સમારોહ દરમિયાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને (79) બળજબરીથી બહાર કાઢવામાં આવ્યાં હતા. આટલું જ નહીં, 20મી કોંગ્રેસના અંતિમ દિવસે શીના કટ્ટર વિરોધી વડાપ્રધાન લી કેકિયાંગને કેન્દ્રીય સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ જિન્તાઓ ગ્રેટ હોલની આગળની સીટ પર બેઠા હતા અને શી જિનપિંગ તેમની સામે બેઠા હતા. થોડા સમય બાદ સુરક્ષાકર્મીઓએ જિન્તાઓને પકડીને બહાર કાઢી મૂક્યા હતા.

પાર્ટીના સ્થાપક માઓ ઝેડોંગ પછી જિનપિંગ ત્રીજી વખત સત્તામાં આવેલા પ્રથમ ચીની નેતા છે.રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ જિનપિંગ માઓની જેમ હજુ અનેક વર્ષ સત્તામાં રહી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch