Thu,14 November 2024,12:41 pm
Print
header

અમદાવાદમાં આજે યલો એલર્ટ, રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી- Gujarat Post

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું જોરદાર જામ્યું છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલથી જ ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે શહેરમાં પ્રહલાદનગર, એસજી હાઈવે, વેજલપુર, આનંદનગર, બોડકદેવ, બોપલ, ઘુમા, ઘાટલોડિયા, નારણપુરા, રાણીપ, બાપુનગર, નિકોલ, નરોડા, સોલા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે મોરબી, બનાસકાંઠામાં અતિભારે જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદના પગલે 33 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે 42 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના જામનગર તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે, જેને લઈને નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch