Sat,16 November 2024,1:00 pm
Print
header

જૂનાગઢ: શિવરાત્રીના મેળામાં લોહિયાળ ખેલ, એક સાધુના શિષ્યએ યુવક પર કુહાડીથી કર્યો હુમલો-Gujarat post

જૂનાગઢઃ રાજકોટથી જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયેલા બે મિત્રો પૈકી એક યુવક પર એક સાધુના શિષ્યએ કુહાડીથી હુમલો કરી દીધો છે. સાધુ અને શિષ્ય વચ્ચે માથાકૂટ ચાલતી હતી, તે તકરારમાં ઉશ્કેરાયેલા શિષ્યએ નિર્દોષ યુવકને પાછળથી કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાજકોટમાં માલવિયા કોલેજ પાછળ આવેલા અંબાજી કડવા પ્લોટમાં રહેતા હાર્દિક કમલભાઇ પંડ્યા અને તેનો મિત્ર પાર્થ શિવરાત્રીના મેળામાં ગયા હતા. બંને મિત્રો સવારે 11 વાગ્યે જૂનાગઢમાં તળેટી વિસ્તારમાં વડલી ચોક પાસે આવેલા સાધુના અખાડામાં દર્શન કરવા ગયા હતા. હાર્દિક અને તેનો મિત્ર પાર્થ સાધુના દર્શન કરવા અંદર ગયા હતા, ત્યારે સાધુ અને તેના શિષ્ય વચ્ચે કોઇ મુદ્દે માથાકૂટ ચાલી રહી હતી.બંને મિત્રોએ સાધુના દર્શન કરી દક્ષિણા આપી પરત ફરવાની તૈયારી શરૂ કરી હતી.

હાર્દિક પંડ્યા પોતાના બૂટ પહેરી રહ્યો હતો ત્યારે અચાનક જ શિષ્ય પાછળથી ધસી આવ્યો હતો, હાર્દિક કંઇ સમજે તે પહેલા જ તેને કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલો કરી હુમલાખોર શિષ્ય ફરાર થઇ ગયો હતો, બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકને રાજકોટ લઈ જવાયો હતો.આ ઘટનાને પગલે જૂનાગઢના PSI સહિતની પોલીસ ટીમ રાજકોટ દોડી આવી હતી.  હાર્દિક વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે. હાલ હુમલો કરનાર શિષ્ય કોણ છે તે અંગે હાર્દિક અને તેનો મિત્ર અજાણ હોવાથી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch