Sat,21 September 2024,8:44 am
Print
header

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મળ્યાં જામીન, બહાર આવતા જ કહ્યું હું અનેક ખુલાસા કરીશ

ભાવનગરઃ ડમીકાંડમાં રૂપિયા લેવાના આરોપનો સામનો કરી રહેલા અને 22 એપ્રિલથી જેલમાં બંધ યુવરાજસિંહના ભાવનગર જિલ્લા કોર્ટે જામીન મંજૂર કર્યાં છે.યુવરાજસિંહને પાસપોર્ટ સરેંડર, કોર્ટની પરવાનગી વગર ગુજરાત બહાર નહીં જવાની શરતે જામીન આપવામાં આવ્યાં છે. અગાઉ પાંચ આરોપીઓને શરતી જામીન મળ્યાં હતા.

યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેમના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યાં છે, તેઓ નિર્દોષ છે. ગત 18 જુલાઈ સોમવારના રોજ આ જામીન અરજી પર તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા સહિત તેમના બે સાળા, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા અને રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણની ભાગનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

યુવરાજસિંહ અને તેમના મિત્રો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે 84 લાખ રૂપિયા રિકવર કર્યાં હતા. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યાં હતા. બાદમાં યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યાં હતા. જો કે આ કેસમાં યુવરાજસિંહ પાસેથી પોલીસને કંઇ મળ્યું ન હતુ. જેથી તેમનો આરોપ છે કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. કારણ કે હું લાખો વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી વાચ્છુકોનો અવાજ છું, અમે તમને જણાવી દઇએ કે યુવરાજસિંહે ગુજરાતના અનેક ભરતી કૌભાંડો ઉજાગર કર્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch