Sun,17 November 2024,6:09 pm
Print
header

ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે બાળકોનું રસીકરણ, અમદાવાદની ઝાયડસ કેડિલાએ ઈમરજન્સી વપરાશની માંગી મંજૂરી

અમદાવાદઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધારે ઝપેટમાં લે તેવા અનેક મીડિયા અહેવાલ આવ્યાં છે. આ બધાની વચ્ચે હવે અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી મોટી વયના બાળકો માટે વેક્સિનના ઈમરજન્સી વપરાશની મંજૂરી માંગી છે ડીસીજીઆઈની મંજૂરી મળ્યાં બાદ બાળકોમાં રસીકરણ શરૂ થઈ શકશે. ઝાયડસ કેડિલાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી કરી છે. સરકારની મંજૂરી મળ્યાં બાદ જુલાઈના અંત સુધીમાં કે ઓગસ્ટમાં 12 થી 18 વર્ષના બાળકોમાં રસીકરણ શરૂ થઇ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 48,786 નવા કેસ આવ્યાં હતા 61,588 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી જ્યારે 1005 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 49મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.

દેશમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 4 લાખ 11 હજાર 634 પર પહોંચ્યા છે, જ્યારે કુલ મોત ચાર લાખ નજીક છે હાલ 5.23 લાખ એક્ટિવ કેસ છે. 30 જૂન સુધી દેશભરમાં 33 કરોડ 57 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યાં છે ગઈકાલે 57 લાખ  60 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch