Sun,17 November 2024,6:02 pm
Print
header

ઝાયડસની બાળકો માટેની વેક્સિનની ટ્રાયલ લગભગ પૂર્ણ, જાણો ક્યારથી શરૂ થશે રસીકરણ

નવીદિલ્હી: કોરોનાની બીજી લહેરમાં કેસ ઘટી ગયા છે તો બીજી બાજુ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કેસથી ચિંતા વધીછે. આ સાથે જ ત્રીજી લહેરની આશંકાઓ સામે સરકારો એલર્ટ છે. દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત યુવાનો, વયસ્કો અને સીનીયર સિટીઝન્સને કોરોના રસી અપાવવામાં આવી રહી છે. હવે જેની રાહ જોવાઈ રહી છે તે બાળકોની કોરોના વેક્સિનનું પણ આગમન થશે.

ઝાયડસ કેડીલાની બાળકોની કોરોના રસીનું ટ્રાયલ પૂરું

ભારતને ટૂંક સમયમાં કોરોના વાયરસ સામેની લડત માટે વધુ એક શસ્ત્ર મળી રહ્યું છે. કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાએ કહ્યું કે ઝાયડસ કેડિલાની (Zydus Cadila) બાળકોની વેક્સિનની (Vaccine for children) ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગઇ છે. જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં આ રસી 12-18 વર્ષની વયના બાળકોને આપવાનું શરૂ થાય તેવી શક્યતા છે.

દરરોજ 1 કરોડ ડોઝના રસીકરણનું લક્ષ્‍ય

ડો.એન.કે.અરોરા (Dr NK Arora) કહ્યું કે ICMR ના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર થોડી મોડેથી આવવાની સંભાવના છે. દેશમાં દરેકને રસી આપવા માટે આપણી પાસે 6 થી 8 મહિનાનો સમય છે. આગામી દિવસોમાં અમારું લક્ષ્‍ય છે કે દરરોજ 1 કરોડ ડોઝ આપવામાં આવશે. નોંધનિય છે કે કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકોમાં કોરોના સંક્રમણ થયુ છે જેથી બાળકોને ઝડપથી રસી આપવી જરૂરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch