Fri,22 November 2024,2:05 am
Print
header

રૂ.164 કરોડની નોટિસ, કેજરીવાલે સરકારની જાહેરાતની આડમાં પાર્ટીની જાહેરાત કરીને કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી પર વધુ એક મુશ્કેલી આવી છે.અરવિંદ કેજરીવાલને પોતાની જ સરકાર તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના જ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટી સેક્રેટરીએ કેજરીવાલ સરકાર પાસે 164 કરોડ રૂપિયાની રિકવરી માટે નોટિસ જારી કરી છે, જેને 10 દિવસની અંદર જમા કરાવવા કહેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી સામે સરકારી જાહેરાતોની આડમાં પોતાની પાર્ટીની રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવાના આરોપમાં કુલ 164 કરોડ રૂપિયાની રિકવરીની નોટિસ જાહેર કરવામાં આવી છે.

દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત થતી રાજકીય જાહેરાતો માટે આમ આદમી પાર્ટી પાસેથી વસૂલી કરવાના નિર્દેશ આપ્યાં હતા.ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ પબ્લિસિટી (ડીઆઇપી) દ્વારા જારી કરવામાં આવેલી રિકવરી નોટિસમાં રકમ પરના વ્યાજનો પણ સમાવેશ થાય છે,દિલ્હીમાં શાસક આપ માટે 10 દિવસની અંદર સંપૂર્ણ રકમ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.જો આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના અગાઉના આદેશ મુજબ તમામ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં પાર્ટીની સંપત્તિઓ ટાંચમાં લેવાશે.

આ પહેલા પણ દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના આમ આદમી પાર્ટીને ઘણા ઝટકા આપી ચૂક્યા છે. કેજરીવાલ સરકારની એક્સાઇઝ પોલિસીની સીબીઆઇ તપાસ તો થઇ જ છે, સાથે એલજીએ વીજ સબસિડીની તપાસની ભલામણ કરી હતી.આ સાથે જ સિંગાપોર સરકારે અરવિંદ કેજરીવાલને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં યોજાનારી 'વર્લ્ડ સિટીઝ' સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ એલજીએ તે મુલાકાતને મંજૂરી આપી ન હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch