Fri,01 November 2024,2:59 pm
Print
header

આમ આદમી પાર્ટીના આ નેતા ચાર્ટડ પ્લેનમાં કરોડો રૂપિયા ગુજરાત લાવ્યાં હતા, કોંગ્રેસે કહ્યું તપાસ કરો- Gujarat Post News

અમદાવાદઃ સીએમ પદની ખુરશીના સપના જોનારા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું સપનું ચકનાચૂર થઇ ગયું અને તેઓ પાછા કોંગ્રેસમાં ચાલ્યાં ગયા, હવે ઇન્દ્રનીલ અને કોંગ્રેસે આપ પર મોટા આરોપ લગાવ્યાં છે, કોંગ્રેસે કહ્યું છે કે પંજાબના સીએમ ભગવંત માન ચાર્ટડ પ્લેનમાં કરોડો રૂપિયા લઇને ગુજરાત આવ્યાં હતા, કેજરીવાલ એન્ડ કંપની આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે તેની તપાસ થવી જોઇએ. મોદી સરકાર પાસે આ માંગ કરવામાં આવી છે. 

થોડા દિવસ પહેલા પણ આપના એક ઉમેદવારના 20 લાખ રૂપિયા પકડાયા હતા, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કરોડો રૂપિયાનું ફંડ ગુજરાતમાં આવી રહ્યું છે, તેની તપાસની માંગ હવે કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે ગુજરાતમાં આપ અને ભાજપ ભાઇબંધો છે અને આપના ઉમેદવારોનું લિસ્ટ કમલમથી જાય છે. આ બંને પાર્ટીઓ ભેગી મળીને જનતાને છેતરી રહી છે.

ઇસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો જાહેર કરાતા નારાજ થયેલા ઇન્દ્રનીલે આમ આદમી પાર્ટી છોડી દીધી છે અને તેઓ હવે કોંગ્રેસમાં પાછા ગયા છે, તેમને હવે એક પછી એક આક્ષેપો કરીને આપના પોલ ખોલવાનું શરૂ કર્યું છે. જો કે આમ આદમી પાર્ટીએ તમામ આક્ષેપો ફગાવી દીધા છે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch