Fri,01 November 2024,5:00 pm
Print
header

આમ આદમી પાર્ટીએ વધુ 20 ઉમેદવારોની યાદી કરી જાહેર, કપડવંજથી ઉમા સેનાના મનુભાઇ પટેલ, બાયડથી ચુન્નીભાઇ પટેલને ટિકિટ- gujarat post

અમદાવાદઃ દિવાળી પહેલા આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંંટણીને લઇને તેના વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ખેડા જિલ્લાની મહત્વની કપડવંજ-કઠલાલ વિધાનસભા બેઠક પર પાટીદાર અગ્રણી મનુભાઇ રામાભાઇ પટેલને ટિકિટ આપી છે, જ્યારે અરવલ્લીના બાયડથી ચુન્નીભાઇ પટેલને ટિકિટ અપાઇ છે, જેઓ અગાઉ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને સારા વોટ લઇ આવ્યાં હતા, એક સમયે આ બંને પાટીદાર નેતાઓ ભાજપ સાથે જોડાયેલા હતા. બાદમાં તેમને આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી કરી હતી અને હવે પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. બંને નેતાઓ પોતાના મત વિસ્તારમાં સારૂં પ્રભુત્વ ધરાવે છે, મનુભાઇ પટેલ અગાઉ હાર્દિક પટેલના સાથી હતા,અને પાસ સાથે જોડાયેલા હતા, પાટીદાર આંદોલન વખતે પણ તેઓ સક્રિય હતા. જેથી આ બંને બેઠકોને લઇને ભાજપની ચિંતા વધી શકે છે.

અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય પટેલની ટિકિટ આપી છે, વડગામથી દલપત ભાટિયા, વિજાપુરમાં ચિરાગ પટેલ, ભિલોડા બેઠક પર રૂપસિંગ ભગોડા, પ્રાંતિજમાં અલ્પેશ પટેલ, જૂનાગઢમાં ચેતન ગજેરા, વિસાવદરમાં ભૂપત ભાયાણી અને બોરસદ બેઠક પર મનિષ પટેલની ટિકિટ આપી છે.

આમ આદમી પાર્ટીએ અગાઉ જુદા જુદા તબક્કામાં 53 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી હવે તેમને વધુ 20 ઉમેદવારોની મેદાનમાં ઉતાર્યાં છે, કુલ 73 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. થોડા સમયમાં બીજી બેઠકો પર પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch