Fri,01 November 2024,7:09 pm
Print
header

હર્ષ સંઘવીને ગણાવ્યાં ડ્રગ્સ સંઘવી ! AAP નેતા ગોપાલ ઇટાલીયા સામે કરાયો બદનક્ષીનો દાવો- gujarat post news

સુરતઃ ભાજપના લોકો સામે ખુલ્લેઆમ બોલનારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીઓ વધી ગઇ છે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેનારા ગોપાલ ઇટાલીયા સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઇ છે. પ્રતાપ જીરાવાલા નામના ભાજપ કાર્યકરે ગોપાલ ઇટાલીયા સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ કરી છે.

ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જે મામલે આમ આદમી પાર્ટી ભાજપને જવાબદાર ગણે છે, રાજ્યમાં દારુબંધીના કાયદાના ધજાગરા ઉડી રહ્યાં છે, આ સમગ્ર મામમે આપે ભાજપને ઘેરી છે, અરવિંદ કેજરીવાલની વધી રહેલી ગુજરાત મુલાકાતોને લઇને પણ ભાજપની ઉંઘ ઉડી ગઇ છે, આ બધાની વચ્ચે હવે ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીઓ વધી રહી છે.
 
ગોપાલ ઇટાલીયાએ પહેલા પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ભૂતપૂર્વ બૂટલેગર ગણાવ્યાં હતા, સભાઓમાં અને સોશિયલ મીડિયા પર વારંવાર તેમને આવી ભાષાનો પ્રયોગ કર્યો હતો. હવે ચૂંટણી નજીક આવતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે, સુરતમાં આપ નેતા મનોજ સોરઠીયા પર પણ જાનલેવા હુમલો કરાયો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch