Fri,01 November 2024,2:57 pm
Print
header

પાછા કોંગ્રેસમાં ગયા, ગોપાલે કહ્યું ઇન્દ્રનીલ સીએમ પદનો ચહેરો બનવા આપ પર કરતા હતા દબાણ- Gujarat Post News

અમે ઈન્દ્રનીલભાઈને કહેલું કે મુખ્યમંત્રી બનવા માટે તમારી તરફેણમાં જનતાનો નિર્ણય આવશે તો તમે બની શકશોઃ ગોપાલ

જો જનતા તમને નહીં ચૂંટે તો તમે નહીં બની શકો: ગોપાલ ઈટાલિયા

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, જનતાને પૂછીને સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરાઇ છે. અમારા માનનીય નેતા અને ગુજરાતના લોકલાડીલા આગેવાન ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરાયા છે. 17 લાખ કરતા પણ વધુ લોકોએ અમે જે મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી આપ્યાં હતા તેના માધ્યમથી ઈસુદાનભાઈને આશીર્વાદ આપ્યાં છે, તેમના પર પ્રેમ વરસાવ્યો અને ઈસુદાન જ ગુજરાતનું નેતૃત્વ કરે એ માટે એમનો અભિપ્રાય રજૂ કર્યો છે. 

જ્યારથી ઈસુદાનના નામની જાહેરાત થઈ છે, ત્યારથી અત્યાર સુધી શુભેચ્છાઓ માટે અનેક ફોન અને મેસેજ આવી રહ્યા છે. 17 લાખ લોકોએ તો અભિપ્રાય આપ્યો જ છે, પરંતુ જેને અભિપ્રાય નથી આપ્યો તેઓ પણ ફોન કરી રહ્યાં છે.

ગોપાલે કહ્યું કે અમારા ભૂતપૂર્વ આગેવાન ઈન્દ્રનીલ  રાજ્યગુરુએ અમારી પાર્ટી છોડી દીધી છે અને તેઓએ  કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઇન્દ્રનીલની ઘરવાપસી માટે અમે એટલું જ કહીએ છીએ કે આમ આદમી પાર્ટી જનતાના નિર્ણયથી ચાલે છે, જનતા જે કહે એ કામ આમ આદમી પાર્ટી કરે છે. જનતાએ કહ્યું કે ઈસુદાનને મુખ્યમંત્રીનો ચહેરો બનાવો, એટલે આમ આદમી પાર્ટીએ તેમને બનાવ્યાં. જ્યારે ઇન્દ્રનીલ છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રીનો ચહેરો બનવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યાં હતા. વારંવાર અલગ અલગ પ્રકારે પોતાની પાર્ટીને દબાવવાનું કામ કરી રહ્યાં હતા. આમ આદમી પાર્ટી તરફથી એમને વિનંતી કરવામાં આવી હતી કે ગુજરાતની જનતા જે કરશે તે જ થશે.તેમ છતાં ઇન્દ્રનીલે પોતાની જીદ છોડી ન હતી.તેમનો આગ્રહ હતો કે વિધાનસભાની 15 બેઠકો તેમને પસંદ કરેલા ઉમેદવારોને આપવી. આવા આમ આદમી પાર્ટી પર દબાવ બનાવતા હતા.

જનતાએ ઈસુદાનને પ્રેમ આપ્યો.ત્યાર બાદ તરત જ ઇન્દ્રનીલે પોતાની ઈચ્છા પૂરી ન થતા ઘર વાપસી કરી લીધી છે. હું તેમના વિશે કોઈ મોટી ટીકા ટિપ્પણી નહીં કરું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મુખ્યમંત્રી પદનો ચહેરો બનવાની એમની ઇચ્છા કોંગ્રેસમાં જઇને પૂરી થાય.કોંગ્રેસ પાર્ટી પણ તેમને પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરે એવી મારી શુભેચ્છા.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch