Fri,01 November 2024,5:01 pm
Print
header

કેજરીવાલ હિન્દુત્વના શરણે, કહ્યું ચલણી નોટ પર ગાંધીજીની સાથે લક્ષ્મીજી-ગણેશજીનો ફોટો મુકો- gujarat post

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી કોઇને કોઇ નવી રણનીતિ ભાજપ સામે લાવી રહી છે, આપના નેતાઓ અત્યાર સુધી અનેક મંદિરોમાં ગયા, પ્રજાને ગેરંટી આપી અને હવે હિન્દુત્વ પર નવી રાજનીતિ શરૂ કરી છે, અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચલણી નોટ પર ગાંધીજીની સાથે લક્ષ્મીજી અને ગણેશજીના પણ ફોટો હોવા જોઇએ, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે અને દેશને આર્શીવાદ મળશે.

કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આ દાવ રમ્યો છે, ભાજપ વારંવાર હિન્દુત્વનો મુદ્દો ઉછાળીને આપને બદનામ કરી રહ્યું છે, જેની સામે હવે આપે પણ જોરદાર જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. કેજરીવાલે મોદી સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, દેશની જનતા પણ મોંઘવારીથી પરેશાન છે, ત્યારે હું દેશની આર્થિક સ્થિતી સુધારવા માટે સરકારને વિનંતી કરી રહ્યો છું કે તેઓ હવે ચલણી નોટ પર દેવતાઓના ફોટો મુકે.

કેજરીવાલે કહ્યું કે ઇન્ડોનેશિયામાં ચલણી નોટ પર ગણેશજીનો ફોટો છે, તો આપણે કેમ આવું ન કરી શકીએ ? તેમને કહ્યું કે આપણે દિવાળી પર હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરીએ છીએ પણ દેશને હજુ સુધી તેનું યોગ્ય પરિણામ મળતું નથી, જેથી હવે ચલણી નોટ પર દેવી-દેવતાઓના ફોટો મુકવા જોઇએ, નિષ્ણાંતો કહે છે કે કેજરીવાલે ભાજપના હિન્દુત્વના મુદ્દાની એક રીતે મજાક ઉડાવીને આ જવાબ આપ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch