- કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને દિલ્હી એરપોર્ટ પર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ રાજધાની દિલ્હીમાં પોતાની ફ્લાઇટમાંથી ઉતર્યાં બાદ બહાર નીકળી રહ્યાં હતા. ત્યારે તેમનો વિરોથ થયો હતો.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દીપકેની સામે બૂમો પાડતો જોવા મળે છે. તે વ્યક્તિએ સીધો સવાલ પૂછતા કહ્યું કે, દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? આ દરમિયાન CJP નેતા અભિજીત દીપકેએ હસતા હસતા પ્રતિક્રિયા આપી હતી. તેમણે વિરોધ કરનાર વ્યક્તિ તરફ અંગૂઠો બતાવ્યો હતો. આ સમગ્ર ઘટના દીપકે એરપોર્ટની બહાર નીકળી રહ્યાં હતા તે સમયે બની હતી.













