Fri,15 November 2024,4:23 pm
Print
header

વધુ એક સરકારી બાબુ ACBની ઝપેટમાં, ASI એ 50 હજાર રૂપિયાની લીધી હતી લાંચ

અમદાવાદઃ નારણપુરા પોલીસ સ્ટેશનના અનાર્મ એએસઆઇને એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે, ફરીયાદીએ તા. 26/10/2022 ના રોજ અન્ય વ્યક્તિઓ સાથે ઝઘડો થયો હતો. તે બાબતે ફરીયાદીએ તા. 02/11/2022 ના રોજ ફરીયાદ આપી હતી, સામા વાળાએ પણ તા. 13/11/2022 ના રોજ ફરીયાદી વિરૂધ્ધ ફરીયાદ આપી હતી. સામાવાળાએ પોલીસ સ્ટેશન હાજર થઇને જામીન મેળવી લીધા હતા. ત્યાર બાદ આ કામના આરોપી અનિલ કુમાર શુક્લા, અનાર્મ એ.એસ.આઇ., વર્ગ-3, નારણપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદએ ફરીયાદીને ફોન કર્યો હતો, કહ્યું હતુ કે તારા વિરૂધ્ધ ફરિયાદ થયેલી છે. જેથી પોલીસ સ્ટેશન આવીને મને મળી જજે.

ફરીયાદી તેમને મળવા ગયા હતા.આરોપીએ તેમને જણાવ્યું કે જો લોકઅપમાં ના રહેવુ હોય અને માર ન ખાવો હોય તો રૂ. 50,000 આપવા પડશે. આ કામના ફરીયાદીએ આરોપી સાથે મોબાઇલ પર હેતુલક્ષી વાતચીત કરી હતી. આરોપીએ લાંચની માંગણી કરી હતી, લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. એસીબીએ લાંચનું છટકુ ગોઠવીને આરોપી પોલીસકર્મીને રૂ. 50,000 ની લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો. આરોપીને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ટ્રેપિંગ અધિકારી: 
આર.આઇ.પરમાર, પો.ઇન્સ. 
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ  

સુપર વિઝન અધિકારી: 
કે.બી. ચૂડાસમા, 
મદદનિશ નિયામક, 
એ.સી.બી, અમદાવાદ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch