Sat,16 November 2024,8:08 pm
Print
header

ACB એ 75,000 રૂપિયાની લાંચમાં મોરબી પ્રાંત કચેરીના આ કર્મચારીને ઝડપી લીધો -Gujarat Post

મોરબીઃ એસીબીએ નિર્મલ જીલુભાઇ ખુંગલા, ક્લાર્ક (મેજિસ્ટ્રેરીયલ), વર્ગ-3, પ્રાંત કચેરી, મોરબીને રૂપિયા 75 હજારની લાંચના કેસમાં ઝડપી લીધો છે, સાથે જ ખાનગી વ્યક્તિ ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા પર પણ સકંજો કસ્યો છે. ફરીયાદીની ફડસર ગામમાં વડીલોપાર્જીત જમીન આવેલી છે, જે જમીનનાં સર્વે નંબર 349 માં અવર-જવર માટેના ગાડા માર્ગના વિવાદ અંગેનો કેસ મામલતદાર કચેરીમાં ચાલતા ફરીયાદી જીતી ગયા હતા.

જેની સામે પ્રાંત કચેરીમાં અપીલ કેસ ચાલતો હોવાથી ફરીયાદીની ફેવરમાં હુકમ કરવા માટે નિર્મલ જીલુભાઇ ખુંગલાએ 1 લાખ રૂપિયાની માંગ કરી હતી, બાદમાં 75 હજાર રૂપિયામાં બધુ નક્કિ કરાયુ હતુ. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોવાથી  ફરીયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો, ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, આરોપી કલાર્કે ખાનગી વ્યક્તિને રૂપિયા આપવા કહ્યું ત્યારે જ એસીબની ટીમ ત્રાટકી હતી. જેમાં બંને આરોપીઓ ઝડપાઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch