Sat,16 November 2024,4:12 pm
Print
header

ACB- જરોદ ગ્રામ પંચાયતના તલાટી 70 હજાર રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાયા- Gujarat Post

તમે પણ લાંચ માંગનારા સરકારી બાબુઓ સામે એસીબીમાં કરી શકો છો ફરિયાદ 

વડોદરાઃ એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એસીબીએ (ACB) સુનીલ જેઠાભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, વર્ગ-3, જરોદ ગ્રામ પંચાયત, તાલુકો-વાઘોડીયાને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યાં છે. સરકારી કર્મચારી એવા આ આરોપીએ ભાવપુરામાં આવેલા ફરીયાદીના સ્ક્રેપના ગોડાઉનમાં જ 70 હજાર રૂપિયાની લાંચ લીધી હતી, 1 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી, જેમાં ફરિયાદીએ 70 હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી બાદમાં રકઝક કરતા આરોપી તલાટી સુનિલ પટેલે 70 હજાર રૂપિયાની લાંચ લીધી હતી.

ફરીયાદીએ જરોદ ગામ તાલુકો વાઘોડીયા, ખાતે આવેલા સર્વે નં.1816 હે.આ.રે.0.35.56 વાળી જમીન રૂપિયા 15 લાખમાં બાનાખત કરીને ખરીદી હતી. જે જમીન વેચનારના વારસદારોમાંથી એક વારસદારનું મોત થયું છે, જેનું નામ ગામના નમુના નં.7/12 માંથી કમી કરીને સરકારી ચોપડે પાકી નોંધ પડાવવાના અવેજ પેટે આ તલાટીએ 1 લાખ રૂપિયાની માંગ કરી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો. ફરીયાદીની ફરીયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી તલાટીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 70 હજાર લીધા હતા. ત્યારે જ એસીબીના કર્મચારીઓએ અહી ટ્રેપ કરીને આરોપી કર્મચારીને ઝડપી લીધો છે.

બી.ડી.રાઠવા નર્મદા એસીબી પો.સ્ટે. રાજપીપળા, સુપરવિઝન અધિકારી એસ.એસ.ગઢવી, મદદનીશ નિયામક, એસીબી, વડોદરા એકમ અને તેમની ટીમે આજનું આ ઓપરેશન પાર પાડ્યું છે.જો તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch