Fri,15 November 2024,8:17 pm
Print
header

ACB ટ્રેપ- રૂપિયા 75 હજારની લાંચ લેતા આ ASI આવ્યાં ACBની ઝપેટમાં- Gujarat Post

બનાસકાંઠાઃ એસીબીએ એક ઓપરેશનમાં 75 હજાર રૂપિયાની લાંચ લેનારા બે વ્યક્તિને ઝડપી પાડ્યાં છે. રવિ રમેશભાઈ સોલંકી, એએસઆઈ, ધાનેરા પોલીસ સ્ટેશન અને ગની ભીખાજી મુસલા (ખાનગી વ્યક્તિ) ને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે, આરોપી પાસેથી રૂપિયા 75 હજાર રિકવર કરવામાં આવ્યાં છે.

ફરીયાદી વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ એક્ટ અનવ્યે ગુનો દાખલ થયેલો. જે ગુનાની તપાસ આક્ષેપિત આ પોલીસકર્મી પાસે હતી. ફરિયાદીને અટક કરીને તરત જ જામીન પર મુક્ત કરવા અને મારઝૂડ નહીં કરવા, મુદ્દામાલ છોડવાના પોઝિટિવ અભિપ્રાય આપવા 75 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી, પાલનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરતા ખાનગી વ્યક્તિએ પોલીસકર્મીના કહેવાથી લાંચ લીધી હતી અને તે એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.

ટ્રેપિંગ અધિકારીઃ
એન.એ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર
એસીબી પો.સ્ટેશન, પાલનપુર 

સુપર વિઝન અધિકારી
કે.એચ.ગોહિલ
મદદનિશ નિયામક, 
એસીબી, બોર્ડર એકમ, ભૂજ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch