Sat,16 November 2024,10:12 am
Print
header

વધુ એક સરકારી કર્મચારી ACB ના સંકજામાં, મહુવામાં વહિવટી શાખાનો સિનિયર કલાર્ક લાંચ લેતા ઝડપાયો- Gujarat Post

ભાવનગરઃ ACB ના સંકજામાં એક પછી એક સરકારી બાબુઓ ફસાઇ રહ્યાં છે, તેમ છતા લાંચનુ દૂષણ ચાલુ જ છે. ભાવનગરના મહુવા તાલુકા પંચાયત કચેરી વહિવટી શાખાના સિનિયર કલાર્કને 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. ફરિયાદીએ ભાદ્રોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં બહુહેતુક માટે પ્લોટ એનએ કરાવ્યો હતો. જેમાં ઔદ્યોગિક બાંધકામની મંજુરી માટે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી, ગ્રામ પંચાયત ભાદ્રોડ દ્વારા તાલુકા પંચાયત કચેરી મહુવા ખાતે સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફાઈલ મોકલી હતી, તાલુકા પંચાયત મહુવાની વહિવટી શાખાના સિનિયર કલાર્કે સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફરિયાદી પાસે 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

કાળુ ઉર્ફે જય ચતુર ભાઈ મેર, સિનિયર ક્લાર્ક, વહિવટી શાખા, વર્ગ-3 એ આ લાંચની માંગણી કરી હતી, જેમાં ફરિયાદીએ એસીબીમાં આ વાતની જાણ પહેલા જ કરી દીધી હતી. આ ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરતા પંચની હાજરીમાં  આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 10,000  રૂપિયાની લાંચ લીધી હતી.

એસીબીએ આરોપીને તાલુકા પંચાયત કચેરીમાં જ લાંચના નાણાં સ્વીકારતા ઝડપી લીધો હતો. ટ્રેપિંગ અધિકારી કે.વાઘેલા, ભાવનગર એસીબી, સુપર વિઝન અધિકારી પી.આર.રાઠોડ, મદદનીશ નિયામક અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch