Sat,16 November 2024,10:22 am
Print
header

ACB ટ્રેપ- આ બે શખ્સ રૂપિયા 35 હજારની લાંચમાં આવી રીતે ACB ના હાથે ઝડપાઇ ગયા- Gujarat Post

ભાવનગરઃ એન્ટી કરપ્શન બ્યુરોએ 35 હજાર રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, 
વિપુલ મધુસુદનભાઈ પટેલ,મેનેજર ટેક. તથા વધારાનો હવાલો ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર, વાસ્મો, ભાવનગર, (કરાર આધારિત) અને પ્રકાશ પરષોત્તમભાઈ રાઠોડ, પટ્ટાવાળા (આઉટસોર્સ), વાસ્મો, ભાવનગરને લાંચ કેસમાં ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીએ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો), પહેલો માળ, સરદાર પટેલ મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર, સરદારનગર સર્કલ પાસે 35 હજાર રૂપિયા લાંચ લીધી હતી.

ફરીયાદી એ વાસ્મોનું "હર ઘર જલ" ની યોજનાનું કામ પેટા કોન્ટ્રાકટમાં રાખ્યું હતુ, જેમાં ફરિયાદીના 3 બીલ મંજુર કરેલા તેના બદલામાં ફરિયાદી પાસે લાંચ પેટે રૂ. 35 હજારના માંગ કરવામાં આવી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

લાંચના છટકા દરમિયાન આરોપી વિપુલ મધુસુદન પટેલના કહેવાથી પટ્ટાવાળાએ લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો, બંને આરોપીઓનાં કોવિડ ટેસ્ટ કરાવીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેપિંગ અધિકારી એ. ડી. પરમાર, પીઆઇ, જામનગર એસીબી, સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજા, મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ અને તેમની ટીમે આ ઓપરેશન 
પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch