Sat,21 September 2024,8:03 am
Print
header

ACB એ હોમગાર્ડ ડિવિઝનના કમાન્ડન્ટને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યાં- Gujarat Post

અમદાવાદઃ એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં આ દૂષણ દૂર થવાનું નામ નથી લઈ રહ્યું, અમદાવાદમાં લાંચિયા કર્મચારીને લાંચ લેવી ભારે પડી છે. અમદાવાદ એસીબીએ હોમગાર્ડ ડિવિઝનના કમાન્ડન્ટને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. હોમગાર્ડની નોકરીમાં હેરાન ન કરવા તેમજ સેવા બંધ ન કરવા કમાન્ડન્ટે 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે તે સમયે ફરિયાદીએ 7 હજાર રૂપિયા આપી દીધા હતા, હવે બાકીની 3 હજાર રૂપિયાની લાંચ લેતા આ કર્મચારી રંગે હાથ ઝડપાયા હતા.

ફરિયાદીએ આરોપીને બાકીના 3 હજાર રૂપિયા આપવાના બાકી હતા. જે બાકી નીકળતા 3 હજાર રૂપિયા લેવા જતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં તે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. મુકેશ શાહ નામના હોમગાર્ડ ડિવિઝનના કમાન્ડન્ટની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ એસીબીએ તેમને ડિટેઇન કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch