Sat,26 October 2024,2:54 pm
Print
header

ACBએ ગણદેવી મામલતદાર ઓફિસના ક્લાર્કની ધરપકડ કરી, રૂ.5000ની લાંચની રકમ સાથે પકડાયા

નવસારી: એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટ બાબુઓ સામેનું તેમનું અભિયાન તેજ બનાવ્યું છે, નવસારી જિલ્લાના ગણદેવી મામલતદાર કચેરીના હિસાબી કલાર્ક નીલેશ સોસા રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે, ફરિયાદીએ થોડા વર્ષો પહેલા દેવદર ગામમાં જમીન ખરીદી હતી અને જમીનના 7/12ના ઉતારામાં તેમના ભાઇનું નામ દાખલ કરવાનું હતુ, જે માટે અરજી મળ્યાં પછી કલાર્કે 25000 રૂપિયાની લાંચ માંગી હતી, છેવટે 5000 રૂપિયામાં ડીલ નક્કિ કરાઇ હતી 

એસીબીને આ મામલે ફરિયાદ મળ્યાં પછી છટકુ ગોઠવવામાં આવ્યું હતુ, જેમાં કલાર્ક નીલેશ સોસાને 5000 રૂપિયાની લાંચ લેતા એસીબીના અધિકારીઓએ પકડી પાડ્યાં હતા, આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી લાંચની 5000 રૂપિયાની રકમ રિકવર કરી લેવામાં આવી છે, સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબી પીઆઈ એ.વાય.પટેલે છટકું ગોઠવીને ઓપરેશન પાર પાડ્યું છે, જો તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચની માંગ કરે તો તમે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરીને તેની સામે કાર્યવાહી કરી શકો છો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch