અમદાવાદઃ એસીબીએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે, ગીરીરાજસિંહ ભાવુભા વાઘેલા, કસબા તલાટી, ઘોળકા મામલતદાર કચેરી (વર્ગ-3) અને પાર્થ અંબાલાલ પટેલ, ઓપરેટર(કરાર આઘારિત) ને 20 હજાર રૂપિયાની લાંચમાં ઝડપી લીધા છે. આરોપીએ કસબા તલાટીની કચેરી, મામલતદાર ઓફીસ, ઘોળકામાં લાંચ લીધી હતી. લાંચની રકમ રિકવર કરી લેવામાં આવી છે.
ફરીયાદીના કાકાની જમીનમાં તેઓનું નામ કમી કરવા માટે અને તેમનું પેઢીનામું બનાવવાનું હોવાથી આરોપીએ રૂપિયા 1 લાખની માંગણી કરેલી રકઝકના અંતે 20 હજાર રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવતા આરોપી તલાટીએ વાતચીત કરીને લાંચની રકમ ઓપરેટરને આપી દેવા કહ્યું હતુ. જેમાં ઓપરેટર 20 હજાર રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયો છે અને તલાટીની પણ ધરપકડ કરાઇ છે.
ટ્રેપિંગ અધિકારી એસ.એન.બારોટ, પીઆઇ, અમદાવાદ ગ્રામ્ય એસીબી અને સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, અમદાવાદ એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03