Sat,16 November 2024,10:05 am
Print
header

ACB ટ્રેપ- આવી રીતે CGST ના અધિકારીને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં- Gujarat Post

ગાંધીધામઃ એસીબીએ CGST ના એક અધિકારીને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે. શિવકેશ રામસહાય મીના, ઇન્સ્પેકટર, CGST, વર્ગ-2, ગાંધીધામને 10 હજારની લાંચની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીએ સેન્ટ્રલ જીએસટીની ઓફીસમાં જ ફરિયાદી પાસેથી લાંચની આ રકમ પડાવી હતી.

ફરિયાદી સિક્યુરિટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા છે, તેમની સિકયુરિટી કંપનીની ઓફિસનું સરનામું બદલાવ્યું હતુ, સેન્ટ્રલ જીએસટીના ફાળવેલા નંબરમાં સરનામું બદલવાની કાર્યવાહી કરવા માટે વેરીફાઈ કરવા આરોપી અધિકારી આવ્યાં હતા. દરમિયાન નવા સરનામાની વહીવટી પ્રક્રીયામાં ખોટી હેરાનગતિ ન કરવા તથા કામ પૂર્ણ કરી આપવા આરોપીએ રૂ.10,000 ની લાંચની માંગણી કરેલી. આ લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને તાત્કાલિક એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને ફરિયાદ કરી હતી, જેને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી રૂ.10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ પણ સીજીએસટીના આવા અધિકારીઓની દાદાગીરી સામે હેરાન થઇ રહ્યાં છે.જો કે એસીબી એક પછી એક ભ્રષ્ટ બાબુઓને સબક શિખવી રહી છે.

ટ્રેપિંગ અધિકારી, પી.કે. પટેલ, ઈન્ચા. પીઆઇ, ગાંધીધામ એસીબી, સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક, એસીબી બોર્ડર એકમ ભૂજ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch