Mon,18 November 2024,11:08 am
Print
header

ACB એ ગાંધીધામના ઇન્ચાર્જ જેલ અધિક્ષક સહિત 2ને રૂ.1,32,000 ની લાંચ લેતા ઝડપ્યાં

કચ્છઃ એસીબીએ વધુ એક મોટું ઓપરેશન કરીને લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે. મનુભા નારણજી જાડેજા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક (જેલર ગ્રુપ-2) ગળપાદર જીલ્લા જેલ, ગાંધીધામ અને મહેબુબખાન જીવાભાઇ ચૌહાણ, જેલર ગ્રુપ-2 ને રૂપિયા 1 લાખ 32 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.

એસીબીએ મનુભા પાસેથી 1 લાખ રૂપિયા અને મહેબુબખાન પાસેથી 32 હજાર રૂપિયા રિકવર કર્યાં છે. ફરીયાદીના પિતા તથા અન્ય આરોપીઓને જેલમાં હેરાનગતિ ન કરવા અને હાઇસિક્યુરીટીમાં ન મુકવા આરોપીઓએ લાંચની રકમ માંગી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને બંને આરોપીઓને સબક શીખવાડ્યો છે.

એમ.વી.પટેલ, પીઆઇ, એસીબી- અમદાવાદ અને એન.ડી.ચૌહાણ, મદદનીશ નિયામક, એસીબી ફિલ્ડ-૩, અમદાવાદ, આ અધિકારીઓએ સાથે મળીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. ત્યારે જેલ અધિકારી લાંચ લેતા પકડાતા અન્ય પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch