Sun,17 November 2024,2:59 am
Print
header

પાટનગર ગાંધીનગરમાં ACB ની ટ્રેપ, જુનિયર ક્લાર્ક ઝડપાયો આટલા રૂપિયાની લાંચ લેતા

સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગરના માર્ગદર્શનમાં અનેક ઓપરેશન સફળ થયા 

 

ગાંધીનગરઃ પાટનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા એક જુનિયર ક્લાર્કને ઝડપી લીધો છે. આરોપી કલ્પેશ ઇશ્વરભાઇ વાઘેલા, જુનિયર ક્લાર્ક, લગ્ન શાખા, નોંધણી સર નિરીક્ષકની કચેરી, સ્ટેમ્પ અને નોંધણી ભવન, સેક્ટર-14, એ 2500 રૂપિયાની લાંચ લીધી હતી, આરોપી મૂળ મહેકમ-જ શાખામાં છે.

ખ્રિસ્તી ધર્મમાં જે લગ્ન ચર્ચમાં થતા ન હોય તેવા લગ્ન ફરિયાદીએ નોંધણી રજીસ્ટ્રારની કચેરી ખાતે કરાવે છે, લગ્નનું નોંધણી પ્રમાણપત્ર નોંધણી સરનીરીક્ષકની કચેરી, સ્ટેમ્પ અને નોંધણી ભવન, સેક્ટર-14 ખાતે જમા કરાવી સરકારી રજીસ્ટરમાં કાયદેસરની નોંધણી કરાવીને તેની સર્ટીફાઇડ નકલ મેળવવાની હોય છે.જેમાં આ કામના આરોપીએ ફરિયાદીના કરાવેલ કુલ 33 લગ્નોની નોંધણીની સર્ટીફાઇડ નકલ આપવાના એક નકલ દીઠ રૂ.100 લેખે રાઉન્ડ ફીગર રૂ.3500 નક્કી કરેલા, આરોપીએ અગાઉ ફરિયાદી પાસેથી રૂપિયા 1000 પ્રિ-રેકોર્ડીગ સમયે લીધેલા, બાકીના રૂપિયા 2500 આપવાના બાકી હતા, ફરિયાદી લાંચના નાણાં આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદને આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખીને લાંચના છટકાનું આયોજન કરતાં  ફરિયાદી પાસેથી આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને લાંચના બાકી રહેતા 2500 રૂપિયા લીધા હતા, જેમાં આરોપી ઝડપાઇ ગયો છે.

એચ.બી.ચાવડા, ગાંધીનગર એસીબી, પો.સ્ટેશન, સુપર વિઝન અધિકારી, એ.કે.પરમાર મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. ગાંધીનગર એસીબીની આ કાર્યવાહીથી અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch