એસીબીનો સકંજો, ભ્રષ્ટાચાર કરીને ભેગી કરેલી સંપત્તિની તપાસ શરૂ
સાબરકાંઠાઃ 15 હજાર રૂપિયાની લાંચના કેસમાં એસીબીએ તપાસ તેજ કરી છે, આરોપી હેમંત ખીમજીભાઈ વાણવી, સિનિયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, વર્ગ-3, કાનૂની માપ વિજ્ઞાનની કચેરી, હિંમતનગરમાં નોકરી કરતા હતા. તેમને 15 હજાર રૂપિયાની લાંચ લીધી હતી, જેમા એસીબીએ એસબીઆઇ અને બીઓબી બેંકના તેમના ત્રણ લોકરમાં સર્ચ કર્યું હતુ જેમાં 140 ગ્રામ સોનાની લગડીઓ અને 1860 ગ્રામ ચાંદીની લગડીઓ તથા રોકડ રૂપિયા 5 લાખ 70 હજાર મળીને કુલ 10 લાખ 37 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું હતો સમગ્ર કેસ ?
ટ્રેપીંગ અધિકારી, વી.એન.ચૌધરી, પીઆઇ, સાબરકાંઠા એસીબી અને સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એકમ તથા તેમની ટીમે 15 હજાર રૂપિયાની લાંચ સાથે આ કર્મચારીને ઝડપી લીધો હતો, ઝડપાયેલા 54 વર્ષીય હેમંત ખીમજીભાઈ વાણવી, સિનિયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, વર્ગ-3, કાનૂની માપ વિજ્ઞાનની કચેરી, મહેતાપુરા, હિંમતનગરમાં નોકરી કરતા હતા.
આરોપીએ શામળાજી અમદાવાદ હાઈવે પર આવેલા ફરિયાદીના પેટ્રોલપંપ પર જ લાંચ લીધી હતી, જે 15 હજાર રૂપિયાની રકમ એસીબીએ રિકવર કરી લીધી હતી, ફરીયાદી પેટ્રોલપંપ ધરાવે છે. દર વર્ષે તોલમાપ અધિકારી રૂબરૂ સ્ટેમ્પિંગ કરાવવું જરૂરી હોવાથી આરોપીએ ફરીયાદી પાસે સ્ટેમ્પિંગ કરી (ચકાસણી કરીને સીલ મારવાની) કામગીરી કરવા પેટે 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો,જેમાં લાંચના છટકામાં આ કર્મચારી આવી ગયા હતા ત્યાર બાદ હવે તેમની બેનામી સંપત્તિની તપાસ થઇ રહી છે હાલમાં ત્રણ બેંક લોકર ખોલાયા છે. આગળ પણ બેનામી સંપત્તિનો મોટો ખુલાસો થઇ શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08