Thu,14 November 2024,10:55 pm
Print
header

મહેમદાવાદમાં ACB ની ટ્રેપ, મહિલા સબ રજીસ્ટ્રાર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ખેડાઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરીને લાંચ લેનારા સરકારી મહિલા અધિકારી સામે કાર્યવાહી કરી છે. જીગીશાબેન પોપટલાલ મેશ્રી, સબ રજીસ્ટ્રાર (ગ્રેડ-2), વર્ગ-3, સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, મહેમદાવાદને રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. જેઓ ગાંધીનગર સેક્ટર-6ના રહેવાસી છે.

એસીબીની ટીમને આધારભૂત માહીતી મળી હતી કે મહેમદાવાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાયદેસરના કરવાના થતા કામોમાં સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ ધ્વારા અરજદારો પાસેથી 1થી લઇને 5 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવે છે, ચોકકસ બાતામીને આધારે ડીકોયરનો સંપર્ક કરીને તેઓનો સાથ સહકાર મેળવીને ડીકોયરના અસીલનુ કબ્જા વગરના રજીસ્ટર બાના ખાત નોંધણી તથા અસલ સ્કેન કરેલ ડોકયુમેન્ટ પરત આપવા આ કામના આક્ષેપિતે ડીકોયર પાસેથી હેતુલક્ષી વાતચીત કરીને 5 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં એસીબીએ મહિલા કર્મચારીને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યાં છે.

ડીકોય કરનાર અધિકારી-

સુ.શ્રી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટેશન

સુપરવિઝન અધિકારી-

કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી, અમદાવાદ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch