Sun,17 November 2024,5:24 am
Print
header

સિનિયર સર્વેયર ધ્રુવ પટેલે જેવી 10 હજાર રૂપિયાની લાંચ લીધી કે તરત જ ACB એ રંગેહાથ ઝડપી લીધા

પાટણઃ એન્ટી કરપ્શન બ્યુરોએ ધ્રુવ પર્સોત્તમદાસ પટેલ, સિનિયર સર્વેયર, વર્ગ-3,
જમીન દફતર મોજણી કચેરી, પાટણને લાંચ લેતા આજે ઝડપી લીધા છે. આરોપી નવા બસ સ્ટેન્ડની આગળ ફરિયાદી પાસે લાંચ લેવા આવ્યાં હતા, જ્યાં તેઓએ રૂપિયા 10 હજારની લાંચ લીધી હતી.

ફરીયાદીને પોતાના ગામની સંયુકત માલિકીની ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા  ભાડેથી જમીન આપવાની હોવાથી જમીનની હદ અને નિશાન નક્કી કરવા જમીન દફતર મોજણી ભવનમાં ઓનલાઈન અરજી કરી હતી, જે અરજીની તપાસ અર્થે સિનિયર સર્વેયર ધ્રુવ પટેલ આવેલા જેઓએ સર્વે કરેલી જમીનની શીટ તૈયાર કરવા 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી 

આ નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીમાં ફરીયાદ કરતાં એસીબીએ ગોઠવેલ લાંચના છટકામાં આરોપી ઝડપાઇ ગયો છે. ફરીયાદી પાસેથી 10 હજારની લાંચની રકમ લીધી અને એસીબીની ટીમ ત્રાટકી, આરોપી ધ્રુવ પટેલ પાસેથી 10 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યાં છે.
 
એન.એ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, પાલનપુર, બનાસકાંઠા એસીબી અને સુપરવિઝન અધિકારી, કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ ભૂજ તથા તેમની ટીમે આ ઓપરેશન કરીને ભ્રષ્ટ અધિકારીને સબક શિખવી દીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch