Sun,17 November 2024,1:24 pm
Print
header

ગર્વ છે તમારા પર, ACB માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના સાહસથી 2 લોકોના બચ્યાં જીવ

નર્મદા કેનાલમાં ડૂબી રહેલા યુવકને પોલીસ કોન્સ્ટેબલે જીવના જોખમે બચાવ્યો

કેનાલની ફેન્સીંગના વાયરને કાપીને યુવકને પાણીમાંથી બહાર કાઢ્યો, બીજા એક વૃદ્ધનો પણ જીવ બચાવ્યો

અમદાવાદઃ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરના કમાન્ડો તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજાએ પોતાના જીવના જોખમે કેનાલમાં આત્મહત્યા કરવા કુદેલા એક યુવકનો જીવ બચાવ્યો છે.યુવકને બચાવતા સમયે જે રેલિંગની પાઈપ નીચે સુધી લંબાવી હતી તે પાઈપથી જ અન્ય એક વૃદ્ધનો સ્થાનિકોએ જીવ બચાવ્યો છે. એસીબીએ ઘનશ્યમામ સિંહની બહાદુરીની કામગીરીની નોંધ લીધી છે અને આખા ગુજરાતને આ પોલીસકર્મી પર ગર્વ છે.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 31મી તારીખે એસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા પોતાના 8 વર્ષના દિકરાની સારવાર માટે કારમાં જઇ રહ્યાં હતા.ભાટ ગામ પાસેની  કેનાલ પાસે લોકોનું ટોળું એકઠુ થયેલું અને કેનાલમાં એક યુવક ડુબી રહ્યો હતો. લોકો તેને કઇ રીતે બચાવે તે અંગે વિચાર કરી રહ્યાં હતા. ઘનશ્યામસિંહે એક પણ ક્ષણ ગુમાવ્યાં વિના તરત જ કારમાંથી પક્કડ કાઢીને નર્મદા કેનાલની ફેન્સીગના વાયર કાપીને તેને સહારે ડુબી રહેલા યુવકને બચાવીને બહાર કાઢ્યો હતો, તેને સારવાર માટે લઇ જવાયો હતો. 

યુવકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેની પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થતા તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો, જેથી તે આત્મહત્યા કરવા ગયો હતો, જો કે તેને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો છે. આ સ્થળે જ અન્ય એક વૃધ્ધ આત્મહત્યા કરવા માટે ગયા હતા. ઘનશ્યામસિંહે કાપેલા ફેન્સીંગના વાયર અને પાઇપથી અન્ય લોકોએ વૃધ્ધનો જીવ પણ બચાવી લીધો હતો, પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહની આ કામગીરીને કારણે બે બે લોકોના જીવ બચી ગયા છે અને બે પરિવારોએ તેમનો આભાર માન્યો છે. સાથે જ એસીબીના ઉચ્ચે અધિકારીઓએ પણ આ વાતની નોંધ લીઘી છે. તેમને પણ પોતાના કર્મચારી પર ગર્વ છે. સાથે જ ACB પ્રાઇમ મિનિસ્ટર્સ મેડલ ફોર લાઈફ સેવિંગ માટે તેમના નામની ભલામણ કરાશે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch