Wed,11 September 2024,2:00 am
Print
header

ACB એ તલોદ તાલુકાની આ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને રૂ.50 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યાં

સાબરકાંઠાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી એસીબીએ ફરીથી ભ્રષ્ટાચાર સામેની લડાઇ તેજ કરી દીધી છે. તલોદ તાલુકાની આંત્રોલી- દોલજીવાસ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગેમરભાઇ કરશનભાઈ પટેલ રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. તેમને પહેલા એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, બાદમાં 50 હજાર રૂપિયાની લાંચ લીધી હતી.

એસીબીએ ગેમરભાઈની કરી ધરપકડ

લાંચ લેનારાઓ સામે એસીબી સક્રિય 

લાંચ સામે તમે પણ એસીબીનો કરી શકો છો સંપર્ક 

આરોપીએ હિંમતનગર- તલોદ રોડ પર આવેલી વાવડી ચોકડી પર લાંચ લીધી અને એસીબીએ ત્યાં જ તેમને ઝડપી પાડ્યાં હતા. ફરિયાદીને આંત્રોલી ગામમાં તેમના પિતાના નામની ખેતીલાયક જમીન એન.એ કરવાની હોવાથી તેમને આંત્રોલી- દોલજીવાસ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કર્યો હતો.

આ કામ કરી આપવા માટે પ્રથમ લાંચના 5 હજાર રૂપિયા લઇ લીધા હતા, બાદમાં 1 લાખ રૂપિયાની માંગ કરાઇ હતી. ફરિયાદી પાસે આટલી મોટી રકમ ન હોવાથી તેમને 50 હજાર રૂપિયા આપવા તૈયારી બતાવીને એસીબીને જાણ કરી હતી. જેમાં બે સરકારી પંચોની હાજરીમાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી 
વી.એન.ચૌધરી, 
પોલીસ ઇન્સ્પેક્ટર 
સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન, હિંમતનગર

સુપરવિઝન અધિકારી 
એ.કે.પરમાર 
મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch