Mon,18 November 2024,9:55 am
Print
header

ACB નો સપાટો, સુરત રેન્જ IGP કચેરીનો ASI રૂ.4.50 લાખની લાંચ લેતા ઝડપાયો

તોડકાંડના ત્રણ આરોપીઓ 
- મહાદેવ કિશનરાવ સેવાઇકર, એએસઆઇ, રેન્જ ઓપરેશન ગ્રુપ, સુરત 
- દિપેશ હસુમખ મૈસુરિયા, અ.હે.કોન્સ્ટેબલ, એલસીબી, સુરત ગ્રામ્ય 
- વિપુલ અશોકભાઇ બલબર, ખાનગી વ્યક્તિ 

સુરતઃ રાજ્યમાં પોલીસના એક પછી એક મોટા તોડકાંડ સામે આવી રહ્યાં છે, આણંદનો આરઆર સેલના કોન્સ્ટેબલનો રૂપિયા 50 લાખનો તોડ, પછી અમદાવાદ, ગાંધીનગરમાં સીઆઇડી પર તોડ કરવાના આરોપ લાગ્યા અને હવે સુરતમાં આઇજીપી કચેરીનો એક કોન્સ્ટેબલ રૂપિયા 4.50 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.

ફરિયાદી પીપોદરા જીઆઇડીસીમાં ઓઇલનો ધંધો કરે છે આરોપીઓએ આ ધંધો ગેરકાયદેસર હોવાનું કહીને તેમને દમ માર્યો હતો, રૂપિયા 4.50 લાખની લાંચની માંગણી કરી હતી, જેમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા મહાદેવ કિશનરાવ સેવાઇકર, એએસઆઇ, રેન્જ ઓપરેશન ગ્રુપ, સુરત અને વચોટિયા વિપુલ અશોકભાઇ બલબરને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે આ ગુનામાં અન્ય ત્રીજો આરોપી દિપેશ હસુમખ મૈસુરિયા, અ.હે.કોન્સ્ટેબલ, એલસીબી, સુરત ગ્રામ્ય પણ સંડોવાયેલો છે.

એસીબીના એસ.એમ.પટણી, પીઆઇ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને સુપરવિઝન અધિકારી એન.પી.ગોહિલ, સુરત એસીબીએ મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસમાં વધુ એક મોટા ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. પોલીસના આ લાંચકાંડથી રાજ્યભરમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. એક પછી એક લાંચના કેસ સામે આવવાથી ગુજરાત પોલીસની છબી ખરાબ થઇ રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch