Sun,17 November 2024,2:59 am
Print
header

સુરતમાં ACB એ ASI ની દિવાળી બગાડી, રૂપિયા 10 હજારની લાંચમાં ઝડપાયા

તહેવારો પર પણ લોકોની પાસેથી પૈસા ખંખેરતા ભ્રષ્ટાચારીઓને સજા 

 

સુરતઃ એસીબીએ દિવાળીના દિવસે લાંચિયા પોલીસકર્મીને સબક શિખવી દીધો છે. સુરતના કડોદરા GIDC પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજેશ દલસંગભાઇ ચૌધરીને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપી રાજેશે પોલીસ સ્ટેશનમાં પીઆઇના રાઇટરની ઓફિસમાં જ લાંચની રકમ લીધી હતી.

ફરીયાદીના અસીલના વિરૂધ્ધમાં કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, ગુનાનાં કામે જપ્ત કરવામાં આવેલા અસીલના પતિની મોટર સાઇકલ છોડાવવા કોર્ટમાં અરજી કરી હતી, પોલીસ અભિપ્રાય આપવાના અવેજ પેટે આરોપી એએસઆઇ રાજેશે રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાતા આરોપી એએસઆઇએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 10 હજારની લાંચ લઇ લીધી અને તે જ વખતે એસીબીએ આરોપીને ઝડપી લીધો છે. કે.આર.સક્સેના પીઆઇ, ડી.એમ.વસાવા, પીઆઇ, વલસાડ એસીબી અને એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત તથા તેમની ટીમે દિવાળીના દિવસે આ ઓપરેશન કરીને ભ્રષ્ટાચારીઓની ઉંઘ ઉડાવી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch