દાહોદઃ ફરીયાદી તથા અન્ય સાહેદો વડીલોપાર્જીત જમીનમાં વનીકરણ-ફળવાડી કરવા આશિષ વિનોદભાઇ લબાના, ટેકનીકલ આસિ.મનરેગા શાખા, તાલુકા પંચાયત કચેરી, ઝાલોદને મળ્યાં હતા. ફરીયાદીની ફાઇલોના એસ્ટીમેન્ટ તૈયાર કરીને આગળ મોકલવા માટે એક ફાઇલ દીઠ- રૂ. 2000 લેખે 42000 રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી.
ફરીયાદીએ આરોપીને નાણાં ઓછા વત્તા કરવા જણાવતા આરોપીએ કુલ 19 ફાઇલના એક ફાઈલ દીઠ રૂ.1900 લેખે રૂ. 36100 આપવાના નક્કી કર્યાં હતા. તે પૈકી રૂ. 20,000 પ્રથમ આપવા અને બાકીના રૂપિયા 6000 એસ્ટીમેન્ટ માટેની 19 ફાઇલોની મંજૂરી મળી ગયા પછી આપવા જણાવ્યું હતું.
લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીમાં જાણ કરી હતી, બાદમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 20,000 લાંચની રકમ જૂની તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડ સ્વીકારતા આરોપી ઝડપાઇ ગયા હતા.
જો તમારી આસપાસ પણ આવા લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓ લાંચ માંગતા હોય તો તમે પણ 1064 પર કોલ કરીને એસીબીને જાણ કરી શકો છો. આ એક જાગૃત નાગરિકની ફરજ છે.
ટ્રેપિગ અધિકારી : કે.વી.ડીંડોર, પોલીસ ઇન્સ્પેકટર
એ.સી.બી પોલીસ સ્ટેશન, દાહોદ
સુપરવિઝન અધિકારી : બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી.પંચમહાલ એકમ ગોધરા
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સુરત બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોનાં મોત - Gujarat Post | 2024-07-07 10:35:49
અમદાવાદમાં નીકળી 147મી રથયાત્રા, ટી20 વર્લ્ડકપ જીતનું ટેબ્લો બન્યું આકર્ષણનું કેન્દ્ર | 2024-07-07 09:44:07
રાહુલ ગાંધીનો અમદાવાદમાં લલકાર, ભાજપને નફરતથી નહીં પ્રેમથી હરાવવાનું છે - Gujarat Post | 2024-07-06 14:13:29
ભ્રષ્ટાચારી સાગઠિયાની કબૂલાત... 22 કિલો સોનાની ખરીદી રોકડથી કરી હતી | 2024-07-06 11:51:39
શિવભક્ત રાહુલ ગાંધી ડરો નહીં અને ડરાવો નહિનો સંદેશ આપવા આવી રહ્યાં છેઃ અમિત ચાવડા | 2024-07-06 11:43:48
આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, રાજકોટ ગેમ ઝોન, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે | 2024-07-06 09:19:59
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, આ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ | 2024-07-06 08:46:26
IPS હરેશ દુધાતના નાનાભાઈ વિપુલ દુધાતે દારૂબંધી સામે ઉઠાવ્યા ગંભીર સવાલ- Gujarat Post | 2024-07-04 09:14:19
હાઇફાઇ લાઇફ સ્ટાઇલ...લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીના હેલિકોપ્ટર સાથેના ફોટો વાઇરલ, સોશિયલ મીડિયામાં તગડી ફેન ફોલોઇંગ- Gujarat Post | 2024-07-02 11:35:24